Monday, March 8, 2021

“TWINNING OF SCHOOLS” અહેવાલ

 


           આજે તા.૨/૩/૨૦૨૧ ના રોજ “Twinning of schools” કાર્યક્રમ અંતર્ગત હાલમાં Covid-19 મહામારીને કારણે પ્રાથમિક શાળાઓમાં વિધાર્થીઓને શાળામાં બોલાવી શકાય તેમ ન હોવાથી ધો.૬ થી ૮ સુધીના વિધાર્થીઓ માટે આ કાર્યક્રમનું ઓનલાઇન વર્ચ્યુઅલ પ્લેટફોર્મનાં માધ્યમથી આયોજન કરવામાં આવેલ હતું.

          અત્રેની શાળા ડૉ.સરોજીની બાબર નગર પ્રાથમિક શાળા ક્રમાંક – ૨૫૫ નાગસેન નગર પાંડેસરા સુરત માં તારીખ ૨/૩/૨૦૨૧ નાં રોજ TWINNING  પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો. જેમાં બીજી શાળા સાથે TWINNING કરવાનું હતું તો આપણી શાળા એ શાળા ક્રમાંક – ૨૨૨ શ્રી દામોદર હરી ચાફેકર ન.પ્રા કુ.શાળા સાથે આ પ્રોગ્રામ યોજી માઇક્રોસોફ્ટીંગ નાં માધ્યમથી ધોરણ 6 થી ૮ નાં વિધાર્થીઓને જ્ઞાનનું આદાન-પ્રદાન કર્યું જેમાં ધોરણ 6 થી ૮ ની વિધાર્થીનીઓ દ્વારા વાર્તા કથન,અભિનય ગીત,યોગ નિદર્શન,સૂર્ય નમસ્કાર,કેલેન્ડરનો ઇતિહાસ,ગ્લોબલ વૉર્મિંગ, તામ્રપત્ર-ભોજપત્રની માહિતી,દેશભક્તિ ગીત વગેરે પ્રવૃત્તિ યોજાઈ. જેમાં કન્યા અને કુમાર આ TWINNING પ્રોગ્રામનું આનંદ માણ્યો.

           “Twinning of schools” કાર્યક્રમ માં બાળકોને ખુબજ મજા, ભયમુકત અને તણાવમુકત વાતવરણની અનુભુતિ થઇ છે. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં બૌધ્ધિક વિકાસ, વિવિધ કૌશલ્યો સારા એવા ગુણોની ભરમાર જોવા મળી હતી.

 

 

વિધાર્થીઓની સંખ્યા – ૫૦

શિક્ષકોની સંખ્યા – ૩

પ્રવૃત્તિઓ - વાર્તા કથન,અભિનય ગીત,યોગ નિદર્શન,સૂર્ય નમસ્કાર,કેલેન્ડરનો ઇતિહાસ,ગ્લોબલ વૉર્મિંગ, તામ્રપત્ર-ભોજપત્રની માહિતી,દેશભક્તિ ગીત.

Monday, March 1, 2021

आपल्या शाळेत साजरा करण्यात आला राष्ट्रीय विज्ञान दिवस .

   डॉ सरोजिनी बाबर नगर प्रा. कन्या शाळा क्र.255 नागसेननगर पांडेसरा येथे राष्ट्रीय विज्ञान दिवस -2021 साजरा करण्यात आला . हजर सर्व विद्यार्थी व शिक्षक उत्साहाने सहभागी झाले.विज्ञानाचे प्रयोग विद्यार्थ्यांनी करून दाखविले . प्रत्येक घटने मागे असलेल्या कारणांना वैज्ञानिक दृष्टिकोनाने पाहण्याचे कौशल्य प्राप्त केले. कार्यक्रमची व्हिडीयो लींक.